હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે હળવદ તાલુકાના માથક ગામે દરોડો પાડતા કરારની સીમવાળી વાડીની બહાર ઝાંપા પાસે જાહેરમાં જુગાર રમતા ૮ જુગારીને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૧,૭૧,૫૦૦/-ની રોકડ રકમ જપ્ત કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે માથક ગામે આવેલ કરારની સીમમાં રોહિતભાઈની વાડીની બહાર અમુક શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ માહિતીને આધારે તુરંત સ્થળ ઉપર રેઇડ કરતા પૈસાની હારજીતનો ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા રોહીતભાઇ વાઘજીભાઇ પરમાર રહે.માથક ગામ તા.હળવદ, અજીતભાઇ દિનેશભાઇ રાતૈયા જાતે કોળી ઉવ.૨૫ રહે.જાલી ગામ તા.વાંકાનેર, હેમુભાઇ અરજણભાઇ ભોરણીયા ઉવ.૪૫ રહે.માથક ગામ, મેરૂભાઇ ખેતાભાઇ લાંબરીયા ઉવ.૨૭ રહે.ઉંચી માંડલ ગામ તા.જી.મોરબી, મુકેશભાઇ વિહાભાઇ ડાભી ઉવ.૩૨ ધંધો-પશુપાલન રહે.મોરબી નાનીબજાર, ભરતભાઇ પરબતભાઇ હેણ ઉવ.૪૦ રહે. મોરબી ગોપાલ સોસાયટી પાછળ, કાળુભાઇ ખોડાભાઇ ડાંગર ઉવ.૩૯ રહે.માથક ગામ, અસરફ ઉર્ફે અસો હબીબભાઇ વડગામા ઉવ.૩૫ રહે.માથક ગામવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧,૭૧,૫૦૦/-કબ્જે કર્યા હતા. આ સાથે દરોડા દરમિયાન પકડાયેલ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
ઉપરોક્ત સફળ કામગીરીમાં હળવદ પોલીસ મથક પીઆઇ આર.ટી.વ્યાસ, એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સીસોદીયા, આર્મ હેડ.કોન્સ. વિપુલભાઈ સુરેશભાઈ નાયક, પો.કોન્સ.દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, મનોજભાઇ ગોપાલભાઇ પટેલ વિગેરે સ્ટાફ જોડાયેલા હતા.