Sunday, March 1, 2026
HomeGujaratવાંકાનેરના નવાપરા નજીક રોંગ સાઈડમાં આવતી રીક્ષાની ઠોકરે ૮૦ વર્ષીય બાઇક ચાલકનું...

વાંકાનેરના નવાપરા નજીક રોંગ સાઈડમાં આવતી રીક્ષાની ઠોકરે ૮૦ વર્ષીય બાઇક ચાલકનું મોત

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર રોંગ સાઈડમાં આવતી સીએનજી રીક્ષાના ચાલકે પોતાની રીક્ષા બેફામ ગતિએ અને બેદરકારીથી ચલાવી આવી મોટર સાયકલને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મોટર સાયકલ ચાલકનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી રીક્ષા ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે રેઢું મૂકીને નાસી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા વાલજીભાઈ લવજીભાઈ મકવાણા ઉવ.૮૦ ગઈકાલ સવારના પોતાનું મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-એફસી-૮૦૯૫લઈને કુંભારપરાથી ઢુંવા ખાતે સ્પેક્ટ્રમ સીરામીક કારખાને નોકરીએ જતા હોય તે દરમિયાન વકાબેર-મોરબી હાઇવે રોડ ઉપર નવાપરા કટ પાસે રોંગ સાઈડમાં આવતી સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૩૬-યુ-૧૫૬૨ના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં અને બેદરકારીથી ચલાવી આવી વલજીભાઈને મોટર સાયકલ સહિત હડફેટે લીધા હતા, આ અકસ્માતમાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા, મોટર સાયકલ ચાલક વાલજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ તુરંત રીક્ષા ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને નાસી ગયો હતો. ત્યારે અકસ્માતના બનાવ મામલે મૃતકના ભત્રીજા મયુરભાઈ રામજીભાઈ મકવાણાની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!