કર્ણાટકના ગવર્નર થાવર ચંદ ગેહલોત દ્વારા ભારત સરકાર વતી સ્મારક ટપાલ ટિકિટ અને ૮૦૦ રૂપિયા અને ૯૦૦ રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જૈનના ૨૩માં તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ જન્મ અને નિર્વાણ કલ્યાણકના સિક્કા બહાર પાડવામાં આવ્યા છે જે મોરબીના એડવોકેટ મિતેશભાઈ દવે પાસે સૌ પ્રથમ આવેલા છે.
મોરબીના આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને સંગ્રહકર્તા મિતેષભાઈ દવે એડવોકેટના મત અનુસાર 800 અને 900 રૂપિયાનો સ્મારક સિક્કો ભારત સરકાર દ્વારા પાડવામાં આવ્યો છે. જે ભારતીય ચલણના ઇતિહાસમાં પ્રથમ સિક્કો છે. અને એ સિક્કાનું વજન 40 ગ્રામ હશે અને જેમાં શુધ્ધ 99.99 ચાંદી ધાતુ રહશે. જેમાં એક તરફ રાષ્ટ્રીય મુદ્રા અશોક સ્તંભ અને બીજી તરફ ભગવાન પાર્શ્વનાથની છબી રહશે જે સિક્કો મોરબીના એડવોકેટ અને સંગ્રહકર્તા મિતેશભાઈ દવે પાસે સૌ પ્રથમ આવેલ છે.