માળીયા(મી) તાલુકાના નવાગામમાં રહેતો ઈરફાન જેડા મચ્છુ નદીના કાંઠે દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો રાખી તેનું વેચાણ કરતો હોવાની મળેલ બાતમીને આધારે માળીયા(મી) પોલીસે રેઇડ કરી હતી, ત્યારે નવાગામ ખાતે આવેલ મચ્છુ નદીના કાંઠે બાવળની કાંટ માંથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથાનો ૮૦૦ લીટર કિ.રૂ.૨૦,૦૦૦/-નો જથ્થો મળી આવ્યો હતો, જ્યારે આરોપી ઇરફાનભાઈ બાબાભાઈ જેડા રહે. નવાગામ તા.માળીયા(મી) વાળો રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.