Friday, December 27, 2024
HomeGujaratમોરબીના લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૮૪૮ બોટલ ઝડપાઈ:ટ્રાન્સપોર્ટમાં દારૂનો...

મોરબીના લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૮૪૮ બોટલ ઝડપાઈ:ટ્રાન્સપોર્ટમાં દારૂનો જથ્થો મંગાવનારની શોધખોળ

ક્રાઇમ બ્રાંચ પોલીસે મોબાઇલ નંબર આધારે આરોપીને પકડવા કવાયત શરૂ કરી

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રાખેલ પ્લાસ્ટીકના ડ્રમમાંથી ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાંડની નાની-મોટી ૮૪૮ નંગ બોટલ જેની કિ.રૂ.૨,૫૪,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૨.૫૭,૫૦૦/- નો મુદામાલ મળી આવતા ક્રાઇમ બ્રાંચ પોલીસે મોબાઇલ નંબર આધારે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દીવાળી તહેવાર અનુસંધાને સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલસીબી/પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના હેડ કોન્સ.ચંદુભાઇ કણોતરા, ઇશ્વરભાઇ કલોતરા, ભરતભાઇ જીલરીયા તથા કોન્સ દશરથસિંહ પરમારને સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી લાતી પ્લોટ શેરી નં-૫ માં આવેલ લાલજી મુળજી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કુલ-૭ પ્લાસ્ટીકના ડ્રમ આવેલ છે અને આ પ્લાસ્ટીકના ડ્રમમાં ઇંગ્લીશ દારૂ ભરેલ છે જે દારૂ મો.નં.૮૪૦૧૧ ૫૯૨૮૭ વાળાએ મંગાવેલ છે અને હાલે તે આ દારૂનો જથ્થો ભરવા આવનાર છે જે ચોકકસ હકિકત આધારે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રેઇડ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૮૪૮ બોટલ કિ.રૂ.૨.૫૪ લાખ મળી આવી હતી, જેથી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા વિદેશી દારૂ તથા સાત નંગ પ્લાસ્ટિક ડ્રમ મળી કુલ કિ.રૂ. ૨,૫૭,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી એવા ૮૪૦૧૧ ૫૯૨૮૭ મોબાઇલ નંબર ધારક તથા તપાસમાં ખુલ્લે તેની શોધખોળ શરૂ કરી તેની વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!