મોરબી તાલુકા પોલીસે ખાનગીરાહે મળેલ બાતમીને આધારે મકનસરના પ્રેમજીનગર ખાતે રહેણાક મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની નાની-મોટી કુલ ૮૯ બોટલ જપ્ત કરી હતી. દરોડા દરમિયાન આરોપી મકાન-માલીક સ્થળ ઉપર હાજર નહિ મી આવતા પોલીસે તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકા પોલીસે મળેલ બાતમીના આધારે મકનસર ગામની સીમમાં પ્રેમજીનગરની શેરી નં.૦૩માં આવેલા કરણભાઈ ધર્મેન્દ્રભાઈ ચૌહાણના રહેણાક મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નાની-મોટી કુલ ૮૯ બોટલ કિ.રૂ.૫૩,૮૫૫/- મળી આવી હતી. જ્યારે આરોપી કરણભાઈ ધર્મેન્દ્રભાઈ ચૌહાણ રહે. પ્રેમજીનગર મકનસર વાળો દરોડા દરમિયાન હાજર ન હોવાથી તાલુકા પોલીસે તેને ફરાર દર્શાવી આગળની પ્રોહી.એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.






