સૌથી વધુ દસાડા વિધાનસભા મતવિસ્તારમાં ૧૦.૭૧ ટકા અને સૌથી ઓછું મતદાન ધંધુકા વિધાનસભા મતવિસ્તાર વિભાગમાં ૮.૩૩ ટકા નોંધાયું
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. મતદાનના પ્રથમ બે કલાક દરમિયાન સવારે ૯ કલાક સુધીમાં જિલ્લામાં ૯.૪૩ ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન દસાડા વિધાનસભા મતવિસ્તારમાં ૧૦.૭૧ ટકા અને સૌથી ઓછું મતદાન ધંધુકા વિધાનસભા મતવિસ્તાર વિભાગમાં ૮.૩૩ ટકા નોંધાયું છે. અન્ય વિધાનસભા મતવિસ્તાર જોઈએ તો વિરમગામ વિધાનસભા મત વિસ્તારમાં ૧૦.૨૮ ટકા, લીંબડી વિધાનસભા મત વિસ્તારમાં ૮.૫૩ ટકા, વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં ૮.૬૧ ટકા, ચોટીલા વિધાનસભા મતવિસ્તારમાં ૯.૮૧ ટકા અને ધ્રાંગધ્રા વિધાનસભા મત વિસ્તારમાં ૯.૭૮ ટકા મતદાનની ટકાવારી નોંધાઈ છે.