મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે વીસીપરા મેઈન રોડ ઉપર કુબેર આઇસ ફેક્ટરી નજીક રેઇડ કરી હતી, જ્યાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમી રહેલા હેમચંદ્રભાઈ શ્રીરામા નિષાદ ઉવ.૩૦, વિકાસભાઈ મખલુભાઈ નિષાદ ઉવ.૨૪, ઉદયભાન રામસીંગ નિષાદ ઉવ.૨૫, છોટેબાબુ શ્રીસોખીલાલ નિષાદ ઉવ.૧૯, મલખાનસિંગ સીતારામ નિષાદ ઉવ.૪૩, કપીલભાઈ રમેશભાઇ નિષાદ ઉવ.૨૨, રામલખન રામચંદ્રભાઇ નિષાદ ઉવ.૨૧, ભરતસિંહ હિરાલાલ નિષાદ ઉવ.૩૫ તથા કૈલાશભાઇ લાલારામ નિષાદ ઉવ.૫૫ તમામ રહે. મોરબી વીસીપરા વિસ્તાર વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે બી ડિવિઝન પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ૯,૦૫૦/-સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.