Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં તહેવારો ટાણે અપમૃત્યુના નવ બનાવો નોંધાયા: પંચીગ મશીનથી ઈજા થતા...

મોરબી જિલ્લામાં તહેવારો ટાણે અપમૃત્યુના નવ બનાવો નોંધાયા: પંચીગ મશીનથી ઈજા થતા યુવાન સહિત ૯ ના મોત

મોરબી જિલ્લામાં દિવાળીના તહેવારો બાદ અપમૃત્યુના નવ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.જેમાં મોરબીના બેલા ગામે પ્રિંટિંગ પ્રેસમા પંચીગ મશીન પર કામ કરતા યુવાનને પંચીગ મશીનથી ઈજા થતા યુવાનનું મોત નીપજ્યું હતુ. આ ઉપરાંત હળવદ નજીક સાપકડાની સીમમાં રોટાવેટરમા આવી જતા યુવાનનું મોત સહિત ચાચાપર ગામે એક કિશોરી તથા યુવાને એકસાથે કોઈ કારણસર બંધ મકાનમાં ગળેફાંસો ખાઈ મોત મીઠું કર્યાના બનાવ સહિત અપમૃત્યુના આઠ બનાવો સામે આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ મોરબીની ઢુવા ચોકડી પાસે બાઈક અને ટ્રક કન્ટેનર વચ્ચે અકસ્માત થયો હતો ટ્રક કન્ટેનર નં.જીજે-૧૨-બીવાય-૦૯૬૫ ના ચાલકે અચાનક જમણી સાઇડ કાવું મારી બાઇકને અડફેટે લેતા બાઈક સવાર ટ્રકના પાછળના વ્હીલ સાથે અથડાતા નીચે પડી જતા તેનું મોત નીપજ્યું હતું.

અન્ય એક બનાવમાં હળવદના સાપકડા ગામે ટ્રેકટરમા પાછળ પેટી પર બેસેલ રમણીકભાઈ કાનજીભાઈ મકવાણા પડી જતા ટ્રેકટર પાછળ લગાવેલ રોટાવેટરમા મશીનમાં આવી જતા જમણા પગે ગંભીર ઈજા પહોંચી હતી જેને પગલે તેનું મોત નિપજતા ટ્રેકટર ચાલક સંદીપભાઈ ચંદુભાઈ મકવાણા સામે મૃતકના ભાઈ મહિપતભાઈ કાનજીભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી.

વધુમાં મોરબીના ઈંદીરાનગરમા રહેતા મહેશભાઈ કાથળભાઈ પરમારે પોતાના ધરે અગમ્ય કારણસર ચુંદડીથી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઉપરાંત મોરબીના બેલા ગામે મારૂતિ પ્રિન્ટીંગ પ્રેસમા કામ કરતા રણજીતકુમાર રાજ પ્રસાદને અકસ્માતે ગુપ્તભાગે ઈજા થતાં મોત નીપજ્યું હતુ. તેમજ મોરબી નજીક લોડર ટ્રેક્ટરમાં ટાયર બદલતી વખતે લોડર નીચે દબાઈ જતા દિલીપભાઈ કનુભાઈ પરમારને કમરના ભાગે ઈજા પહોંચી હતી જેથી તાત્કાલિક સારવારમાં અર્થે ખસેડવામાં આવ્યા હતા જયા સારવાર દરમ્યાન મોત નીપજ્યાનુ જાહેર થયુ છે.તેમજ મોરબીના મકનસર ગામે રહેતા વૃધ્ધ વિરજીભાઈ મુળજીભાઈ ખાણદરીયા પોતાના ધરે હતા ત્યારે પડી જતા ઈજા થતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ. મોરબીના ચાચાપર ગામે લક્ષ્મણભાઈ ચૌહાણના બંધ મકાનમાં પાયલબેન તુલસીભાઈ ચૌહાણ તથા અમુભાઈ ભોજાભાઈ ચૌહાણે એકસાથે ગળેફાંસો ખાઈને આપધાત કરી લીધાનુ મોરબી તાલુકા પોલીસ મથકમાં જાહેર થયુ હતુ.
વાકાનેર મોરબી નેશનલ હાઈવે પર કુબેર ટોકીઝ પાસે રોડ કોસ કરતા વિહાભાઈ હરજીભાઈ મુઘવાને કાર ચાલક મહેન્દ્ર કાવર એ હડફેટે લેતા માથા તથા મોઢાના ભાગે ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતુ કાર ચાલક સામે મૃતકના ભાઈએ ગુનો નોધાવતા પોલીસે કાર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!