રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ દ્વારા રાજકોટ રેન્જમાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ પ્રોહિબિશન જુગારની પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ ડ્રાઇવનું આયોજન કરેલ હોય તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠી તરફથી મોરબી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તેવી કામગીરી કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના તીથવા ગામની બંધારની સીમમાં વાડીમાં આવેલ અરોડીમાં રેઈડ કરી જુગાર રમતા ૯ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટીમને મળેલનાં આધારે, વાંકાનેર તાલુકાના તીથવા ગામની બંધારની સીમમાં અરણીટીંબાના સીમાળે જાહીરઅબ્બાસ મામદહુશેન ચૌધરીના કબ્જા ભોગવટાવાળી વાડીની ઓરડીમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા જાહીરઅબ્બાસ મામદહુશેન ચૌધરી (રહે.તીથવા તા.વાંકાનેર જી.મોરબી), ઇલ્યાસભાઇ રહીમભાઇ શેરસીયા (રહે હાલ-સણોસરા તા.જી.રાજકોટ), રમેશભાઇ ઉર્ફે ભુપત વીભાભાઇ ફાંગલીયા (રહે.રાતીદેવળી તા.વાંકાનેર જી.મોરબી), નીજામુદ્દીન અલીભાઇ શેરસીયા (રહે.તીથવા તા.વાંકાનેર જી.મોરબી), અહેમદભાઇ હુશેનભાઇ પરાસરા (રહે.તીથવા તા.વાંકાનેર જી.મોરબી), માહમદરફીક આહમદભાઇ વકાલીયા (રહે.તીથવા તા.વાંકાનેર જી.મોરબી), ભરતસિંહ સજુભા ઝાલા (રહે.ધીયાવડ તા.વાંકાનેર જી.મોરબી), બટુકસિંહ ચંપુભા ઝાલા (રહે.ધીયાવડ તા.વાંકાનેર જી.મોરબી) તથા દીવ્યરાજસિંહ દશરથસિંહ જાડેજા (રહે.હાલ-રાજકોટ,રેલનગર,વેકરીયાચોક) નામના ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૯૨,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ ૪,૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.