આમ તો મોરબી જિલ્લામાં શ્રાવણ મહિના દરમિયાન જુગારની બદી વધુ જોવા મળતી હોય છે પરંતુ ઘણા સમયથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જુગારીઓ ખુણે ખાંચરે બોર્ડ બેસાડીને જુગાર રમતા હોય છે ત્યારે ગઈકાલે ૯ શકુનિઓ જાંબુડીયા ગામની સીમમાં જુગાર રમતા ઝડપાયા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, જાંબુડીયા ગામની સીમ, સલાટવાસ, ધાવડી માતાજીના મંદિર પાસે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી મનોજભાઇ દેવજીભાઇ ઇન્દરીયા (રહે, શક્તિપરા નવા જાંબુડીયા, તા.જી.મોરબી), નરેશભાઇ દેવશીભાઇ સારલા (રહે, દશામાં ના મંદીર પાસે નવા જાંબુડીયા મોરબી) તથા પ્રદેશભાઇ દેવજીભઇ ઇન્દ્રીયા (રહે, દશામાં ના મંદીર પાસે નવા જાંબુડીયા મોરબી), કમલેશભાઇ અમરશીભાઇ ખરા (રહે, દશામાંના મંદીર પાસે નવા જાંબુડીયા મોરબી), ઇકાભાઇ અબ્રામભાઇ મુંધવા (રહે, નવા જાંબુડીયા તા.જી.મોરબી), કાદરભાઇ બચુભાઇ ભરવાડીયા (રહે, દશામાં ના મંદીર પાસે નવા જાંબુડીયા મોરબી), જગમાલભાઇ રતીલાલ ઇન્દરીયા (રહે, મજુરી દશામાં ના મંદીર પાસે નવા જાંબુડીયા મોરબી), ભરતભાઇ કરશનભાઇ ઇન્દરીયા (રહે, દશામાં ના મંદીર પાસે નવા જાંબુડીયા મોરબી) તથા અરવિંદભાઇ મુળુભાઇ પરમાર (રહે, સલાટવાસ ઢોરા ઉપર નવા જાંબુડીયા મોરબી) નામના શખ્સોને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૩,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.