ટંકારા ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં આંગડીયા પેઢીની કારને આંતરી છરી અને લાકડાના ધોકા બતાવી રોકડ રૂ.૯૦,૦૦,૦૦૦/- ની માતબર રકમની લૂંટ/ધાડ કરનાર આરોપીઓ પૈકી બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યા છે. તેમજ ગુન્હામાં વપરાયેલ બલેનો, પોલો કાર તેમજ રોકડા રૂ ૭૨,૫૦,૦૦૦/-, ૫ નંગ મોબાઇલ ફોન સહીત અન્ય મુદામાલ મળી કુલ રૂ.૮૧,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે બે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર,ગઇકાલ તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ નિલેષભાઇ મનસુખભાઇ ભાલોડી અને જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર રહે. બંને રાજકોટ વાળા રાજકોટ ૧૫૦ ફુટ રોડ પર આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગળીયા પેઢીના રોકડા રૂપીયા XUV-300 નં-GJ-03-NK-3502 વાળીમાં લઇને રાજકોટથી મોરબી આવતા હતા. તે સમય દરમ્યાન મિતાણા ગામ ચાંમુડા હોટેલ નજીક પહોંચ્યા ત્યારે રસ્તામાં પાછળથી સફેદ કલરની પોલો કારે ઠોકર મારતા કાર ઉભી રાખતા પાછળ બીજી બલેનો કાર આવી હતી. જે બન્ને કારમાંથી પાંચ થી સાત શખ્સોએ છરી, લાકડાના ધોકા, પાઇપ લઈ ઉતરતા કાર હંકારી મોરબી બાજુ આવતા બલેનો અને પોલો કારમા બેઠેલ અજાણ્યા માણસોએ પિંછો કરી ખજુરા હોટલ નજીક ફરીથી કારને ઠોકર મારી ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં કારનું ટાયર ફાટી જતા કાર ઉભી રાખી હતી. જે બલેનો અને પોલો કારમાંથી પાંચ થી સાતેક માણસો મોઢે રૂમાલ બાંધી લાકડાના ધોકા, પાઇપ, છરી લઇ ઉતરી XUV-300 નં-GJ-03-NK-3502 માંથી રોકડા રૂપીયા ૯૦,૦૦,૦૦૦/- ની લુંટ ધાડ કરી નાશી ગયા હતા. તેથી ફરીયાદીએ સાતેક અજાણ્યા ઇસમો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં.૪૭૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૦(૨),૩૨૪(૪) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ તા.૨૧/૦૫/૨૦૨૫ ના ૦૮:૪૫ વાગ્યે ગુનો દાખલ કર્યો હતો. જે બનાવની ગંભીરતા ધ્યાને લઇ મોરબી જિલ્લામાં તાત્કાલીક નાકાબંધી કરી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લાનાઓ અને નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા વાંકાનેર વિભાગ અને પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગના માર્ગદર્શન હેઠળ એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી અને કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલીક બનાવ સ્થળની મુલાકાત લઇ બનાવ સ્થળની આસપાસના સી.સી.ટી.વી ફુટેજ આધારે ગુનામાં વપરાયેલ કારનું વર્ણન આધારે ધ્રોલ, જોડીયા વિસ્તારમાં લોકલ માણસોનો સંપર્ક કરી કાર અંગેની માહિતી મેળવતા કાર ધ્રોલ, લતીપર થઇ ટંકારા તરફ આવતી આવે છે તેવું બાતમીના આધારે સમીર સારડા અને કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટીમ સાથે લતીપર રોડ, આરાધના હોટલ સામે રોડ વોચમાં હતા. તે દરમ્યાનમાં મોટા વાહનો વડે ટ્રાફીક જામ કરી પોલો કારને આંતરીને રોકી પાડવા માટેની તૈયારી કરવામાં આવી હતી. ત્યા સામેથી પોલો કાર પુર ઝડપે આવી રહી હતી. જેથી તમામ પોલીસ સ્ટાફ એલર્ટ થઇ ગયા અને લતીપર રોડ ટીપટોપ કારખાના સામે સરકારી અને ખાનગી મોટા વાહનોની આડસ ઊભી કરી હતી. તેમજ ટ્રાફીકમાં ઉભા બે હાઇસ્પીડ ખાનગી વાહન સ્કોર્પીયોમાં પોલીસને બેસાડીને પોલો કારનો પીછો કરવા તૈયારી કરી હતી. તે દરમ્યાન લતીપર બાજુથી ફુલ સ્પીડમાં પોલો કાર આવતી હોય તે કારને રોકવા હાથથી ઇશારો કરતા કારના ચાલકે ફુલ સ્પીડમાં કાર હંકારના કાર ચાલક યુટર્ન લેવા જતા કાર બંધ થઈ ગઇ હતી.
જે કારમાંથી અભિભાઇ લાલાભાઇ અલગોતર અને અભીજીતભાઈ ભાવેશભાઇ ભાર્ગવ નામનાં બંને ઇસમો પાસેથી લુટ/ધાડ કરેલ રોકડા રૂપીયા પૈકી રૂ. ૭૨,૫૦,૦૦૦/-, ૫ નંગ મોબાઇલ તેમજ પોલો કાર નંબર-GJ-01-RE-7578 ધાડમાં લુટાયેલ ડોક્યુમેન્ટની બેગ તેમજ અન્ય મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ લુંટ, ધાડ કરી ખજુરા હોટલ નજીકથી ભાગવા જતા બલેનો કારનો અકસ્માત થતા રોડની સાઇડમાં પડી હતી. જે કાર ગુનામાં વપરાયેલ હોવાથી બલેનો કાર નંબર- GJ-04-EP-7878 ની કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/- ગણી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ હીતેષભાઈ પાંચાભાઈ ચાવડા, નિકુલભાઇ કાનાભાઇ અલગોતર, દર્શીલ ભરવાડ કાનો આહીર અને એક અજાણ્યા માણસને વોન્ટેડ જાહેર કરી પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે..
જેમાં સમીર સારડા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ, પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, એમ.પી.પંડયા પોલીસ ઇન્સેક્ટર એલ.સી.બી. મોરબી, કે.એમ.છાસીયા પોલીસ ઇન્સેકટર ટંકારા પોલીસ સ્ટેશન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, મોરબી તેમજ ટંકારા પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. તેમજ જામનગર એલ.સી.બી. અને ધ્રોલ પોલીસ સ્ટાફના માણસોએ પણ આરોપીને પકડવાની કામગીરીમાં મદદ કરી હતી..