હળવદના સુંદરગઢ તથા વાંકાનેર ટાઉનમાં પોલીસે ગેરકાયદેસર દારૂ રાખવાના બે અલગ અલગ દરોડામાં કુલ ૫૩ હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બન્ને દરોડા દરમિયાન આરોપીઓ હાજર નહિ મળી આવતા તેમની સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી, પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
પ્રથમ દરોડામાં હળવદ તાલુકાના સુંદરગઢ ગામથી પાડાતીરથ જતા રોડ પર કાચી પાણીની કેનાલ પાસે આવેલી વીડીમાં જમીનમાં દાટેલ હાલતમાં ઇંગ્લીશ દારૂની રોયલ સ્ટગ વ્હિસ્કીની ૩૦ બોટલ કિ.રૂ.૪૨,૦૦૦ મળી આવી હતી. આ કેસમાં આરોપી રમણીક ઉર્ફે બુધો અવચરભાઇ કોળી રહે.સુંદરગઢ તા.હળવદ વાળા સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી હળવદ પોલીસે આગળની તપાસ ચલાવી છે.
જ્યારે બીજા દરોડાની પ્રાપ્ત વિગતો મુજબ, બીજી તરફ, વાંકાનેર સીટી પોલીસને મકેલ બાતમીને આધારે જીનપરા શેરી નં.૧૨ ખાતે આરોપી અમીતભાઇ ઉર્ફે ઘટલો અરવિંદભાઇ સોલંકીના રહેણાંક મકાનમાં રેઇડ કરતા, જ્યાં મકાનના આંગણામાંથી ૭૫૦ મી.લી.ની એક બોટલ તથા ૧૮૦ મી.લી.ના ૬૦ ચપલા મળી કુલ રૂ.૧૧,૫૦૦નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરોડામાં પણ આરોપી અમિત ઉર્ફે ઘટલો હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી, પોલીસે તેની ધરપકડ માટે આગળની તપાસ ચલાવી છે.









