માળીયા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિ
રાજ્ય સરકારના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નોના સમયબદ્ધ નિરાકરણના હેતુથી આજે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે અન્વયે વાંકાનેરનો તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રી સ્વપ્નિલ ખરે અને માળિયાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ કાર્યક્રમો દરમિયાન નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને અરજીઓના યોગ્ય નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાગરિકોની રજૂઆતોનો સમયમર્યાદામાં નિકાલ થાય તથા સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવે તે અંગે ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મોરબી ગ્રામ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ મોરબી મામલતદારશ્રી, ટંકારા તાલુકાનો સ્વાગત કાર્યક્રમ ટંકારા મામલતદારશ્રી અને હળવદ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ હળવદ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યા હતા.






