૫૬,૮૯૨/- નો મુદામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સાયન્ટિફિક મેઈન રોડ ખાતે આવેલ બંધ ખંઢેર મકાનમાં અજાણ્યા ઈસમ દ્વારા વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની પૂર્વ બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા દરોડો પાડતા, સ્થળ ઉપરથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કુલ ૯૬ નંગ બોટલ મળી આવી હતી, આ સાથે પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈ, સીટી એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવી, આરોપીને પકડી લેવા તપાસ શરૂ કરી છે.
મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી.ના શક્તિસિંહ ઝાલા, ભાવેશકુમાર મિયાત્રા તથા ભગીરથસિંહ ઝાલાને સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, કાલીકા પલોટમાં સાયન્ટીફીક મેઇન રોડ ઉપર આઝાદ ચોકમાં એક બંધ મકાનમાં કોઇ અજાણ્યા ઇસમે વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા રાખેલ છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ હોય જે હકીકત આધારે રેઇડ કરતા, બંધ મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦મીલી.ની ૯૬ બોટલ કિ.રૂ.૫૬,૮૯૨/- મળી આવી હતી. આથી પોલીસે આરોપી અજાણ્યા ઇસમ વિરુધ્ધ પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. કરેલ છે.