બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામની સીમમાં આવેલ જીઓબાથ સેનેટરી વેર સીરામીક કારખાનામાં મજુર ક્વાર્ટરમાં રહેતા ભુપતભાઈ પુનાભાઈ વીંઝવાડીયા (ઉ.વ.૨૪) નામના યુવાને ગઈકાલે તા. ૧૭નાં રોજ કોઈ કારણોસર પોતાના રૂમમાં ઝેરી દવા પી જતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ તાલુકા પોલીસ મથકનાં એએસઆઈ જે. પી. કણસાગરા ચલાવી રહ્યા છે.