સામાન્ય રીતે પરિવારમાં કોઈનું અવસાન થાય ત્યારે પરિવાર દ્વારા સ્વજનની પાછળ કોઈને કોઈ જગ્યાએ દાન પુણ્ય કરવામાં આવતું હોય છે ત્યારે જોધપર ગામ સ્થિત મોરબી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના પ્રમુખ દેવરાજભાઈ કાળુભાઇ આઘારા (ડી. કે.પટેલ) નું કોરોનાની મહામારીમાં અવસાન થયા બાદ તેમના પુત્ર કાંતિલાલભાઈ અઘારા તથા પરિવાર દ્વારા તેમની યાદમાં મોરબીની આયુષ હોસ્પિટલને એક વેન્ટિલેટર દરેક સમાજના દર્દીને બચાવવા દાનમાં આપવામાં આવ્યું છે. સમયની જરૂરિયાત મુજબ હાલમાં સૌથી વધુ જે ચીજની અછત સતાવી રહી છે એ દિશામાં પહેલું પગલું ભરીને અધારા પરિવારે સમાજને નવી રાહ ચીંધી છે. આમ, તો ડી.કે.પટેલનું અવસાન એટલે પાટીદાર સમાજ માટે મોટી ખોટ ગણાય કારણ કે ભાગ્યે જ કોઈ એવી સંસ્થા હશે જેના માટે ડી.કે.પટેલ નામ અજાણ્યું હોય, પાટીદાર સમાજ આસ્થાના ધામ એવા સિદસર ધામમાં પણ તેઓ કારોબારી સદસ્ય હતા. જોકે આખું જીવન સમાજસેવા કરનાર ડી.કે.પટેલનું અવસાન પણ યાદગાર બની ગયું છે.