વૈશ્વિક મહામારી કેરોનાએ મોરબીને ભરડામાં લીધું છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સેનીટાઇજીંગ અભિયાન હાથ ધરાયું છે જેમાં મોરબી શહેરનાં જૂના બસ સ્ટેન્ડ ,નવા બસ સ્ટેન્ડ, સિવિલ હોસ્પિટલ, શાક માર્કેટ, સુપર માર્કેટ, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ઉપરાંત જિલ્લા પંચાયત કચેરી, મહારાણા પ્રતાપ સર્કલ ચોક, તાલુકા પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સેનીટાઈઝિંગ કરાયું હતું. આ કાર્ય માં છેલ્લા ત્રણ દિવસથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ૨૫ થી પણ વધુ સ્વયંસેવક કાર્યકરો જોડાયા હતા. સેનીટાઈઝેશન અભિયાન અંતર્ગત એબીવીપી મોરબીની આ પહેલને મોરબી OMVVIM કોલેજના પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર ગણેશીયા તેમજ OSEM વિદ્યાલય દ્વારા પુસ્તક ભેટ આપી બિરદાવવામાં આવી હતી.