વાંકાનેરના ખાતે આજે બ્લડ ડોનેશન તથા પ્લાઝ્મા ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં આરએસએસ પ્રેરિત ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ અને વેદમાતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ કેમ્પ યોજાયો હતો. કેમ્પમા ૧૦૦ જેટલા લોકો પ્લાઝ્મા ડોનેટ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. રાજકોટની લેબોરેટરી દ્વારા વાંકાનેર ખાતેથી પ્લાઝમા ડોનેટ કરનાર લોકોનું રક્ત લઈને રાજકોટ રિપોર્ટ કર્યા બાદ પ્લાઝ્મા લેવામાં આવશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત તથા વેદમાતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વાંકાનેરના ગાયત્રી કોવીડ કેર સેન્ટર ખાતે બ્લડ ડોનેશન અને પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવેલ ૧૦૦ થી વધુ રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું કોરોના મહામારીમાં રક્તની અછત ના સર્જાય તેવા હેતુથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો તે ઉપરાંત કોરોના સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયેલ દર્દીઓના પ્લાઝમા પણ દર્દીઓની સારવાર માટે ઉપયોગી હોય જેથી પ્લાઝમા ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો જે કેમ્પને સફળ બનાવવા વેદમાતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.