હળવદના રાતાભેર અને માથક ગામ વચ્ચેનો રસ્તો અતિ બીસ્માર હાલતમા હોવાથી ગામ લોકોને ભારે હાલાકી પડી રહીસે દશ વર્ષ અગાઉ બનેલા રસ્તામા ખાડાનુ સામરાજ્ય જોવા મળી રહ્યુસે અનેક વખત રજુઆત છતા નવો રસ્તો હજુ સુધી નથી બન્યો.
હળવદ તાલુકામા ઘણા ગામોના રોડ રસ્તા મરણ પથારીએ પડ્યાસે ત્યારે રાતાભેર ગામના લોકોની નવો રસ્તો બનાવાની માંગ ઉઠવા પામીસે રાતાભેરથી માથક વચ્ચેના રસ્તો લોકોના માથાના દુખાવા સમાન બની ગયોસે ઉખડી ગયોલો ડામર નીકળી ગયેલી કપચી અને રસ્તામા ઠેર ઠેર ખાડાઓ લોકોની કમર તોડીનાખે તેવી પરીસ્થિતિ સર્જાઇ છે આ રસ્તા પર 10 થી વધુ ગામના લોકોને મોરબી જવા માટે ઉપયોગીસે છેલ્લા દોઢેક વર્ષથી બીસ્માર રસ્તા પર પસાર થઇ લોકો હવે થાકીને નવો બને એની રાહજોઇને ગામ લોકો બેઠા છે દુધ,શાકભાજી તેમજ દવાખાને જતા દર્દીઓને ભારે હાલાકી પડી રહીસે તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો બનાવામા આવે તેવી ગામ લોકો માંગા કરી રહ્યા છે.