હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી એક-બે દિવસમાં ટાઉતે વાવાઝોડા ત્રાટકે શકે તે અંગેની ચેતવણીઓ જારી કરવામાં આવી છે ત્યારે અગમચેતીના ભાગરૂપે મોરબીમાં બિલ્ડરો સાથે મોરબી સીટી પીઆઈએ બેઠક યોજી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. વાવાઝોડાની આગાહીને પગલે અગમચેતીના ભાગરૂપે દરેક બિલ્ડરોને વહીવટી તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે કે પોતાની ચાલતી બાંધકામ સાઈટ પરના મજુરોને સલામત સ્થળે રાખવાની ત્વરીત વ્યવસ્થા કરવી, સાઈટ પરના મસમોટા હોડીંગ તાત્કાલિક ઊતારી લેવા, સાઈટ પરના પતરા, ત્રાપા, ટેકા જેવા સામાન કે જેનાથી નુકસાન થાય તેવો સામાન ઊડે નહી તેની તકેદારી રાખવી, વહીવટી તંત્ર ની જરૂર જણાય ત્યાં સબંઘીત અધિકારી નો સંપર્ક કરવો. કોઈ બિલ્ડરો દ્વારા સલામત સ્થળની વ્યવસ્થા ન હોય તો ભરતભાઈ બોપલીયા મો. 9825141569, ભાવેશભાઇ કંઝારીયા મો. 8000088880, રૂચીરભાઈ કારીયા મો. 9368011111 પર કોન્ટેકટ કરવા જણાવાયું છે.