કોરોનાની પરિસ્થિતિ તથા વાવાઝોડાને ધ્યાનમાં રાખીને મીની લોકડાઉનની મુદ્દતમાં ત્રણ દિવસનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે ગઈકાલે મંગળવારે વાવાઝોડાનાં ખતરા વચ્ચે મોરબી જિલ્લામાં જાહેરનામાં ભંગ બદલ 10 લોકો વિરુદ્ધ દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં મોરબી સીટી એ ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં મીની લોકડાઉનનું ઉલ્લંઘન કરી, આવશ્યક સેવામાં આવતું ન હોવા છતાં દુકાન ખુલ્લી રાખતા ૧ સ્ટુડિયો સંચાલક, ૧ ટેઇલર, માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળતા ૧ રાહદારી સામે તથા મોરબી સીટી બી. ડિવિઝન પો. સ્ટે. વિસ્તારમાં સોશિયલ ડિસ્ટનસનું પાલન કરાવ્યા વગર વધુ પેસેન્જર બેસાડતા ૧ રિક્ષાચાલક સામે, માસ્કવિના જાહેરમાં ફરતા ૧ રાહદારી સામે જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે ઇકો કારમાં વધુ પેસેન્જર બેસાડતા એક પેસેન્જર કારચાલક સામે, ૧ રિક્ષાચાલક સામે તથા ટંકારા પોલીસ સ્ટે. વિસ્તારમાં ૨ રિક્ષાચાલક સામે અને માળીયા મિયાણા પોલીસે માસ્ક વિના તથા કોવિડ રિપોર્ટ કરાવ્યા વગર તથા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર વેપાર કરતા ૧ ચાના ધંધાર્થી સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.