રાજ્યની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શારીરિક શિક્ષણ (વ્યાયામ) અને કલા વિષયના શિક્ષકોની ફરજીયાત અને કાયમી નિમણુક કરવાની માંગ સાથે આવેદન પાઠવવામાં આવ્યું છે
મોરબી જિલ્લા વ્યાયામ અને કલા શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઈ પરમાર તેમજ ભાવેશભાઈ વાંઝા, મુસ્તાકભાઈ સમરા, જાખોત્રા માલદેભાઈ તેમજ ટીમ દ્વારા જીલ્લા કલેકટર અને જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2009 થી વ્યાયામ અને કલા વિષયના શિક્ષકોની ભરતી કરવામાં આવેલ નથી ગુજરાત વ્યાયામ હિત રક્ષક સમિતિ અને રાજ્યના વિવિધ શૈક્ષણિક સંઘો દ્વારા વષૅ-2010 થી વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 29 ઓગસ્ટ ના રોજ આપણે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરીએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાત રાજ્યની શાળાઓમાં જ વ્યાયામ અને કલા યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી આ વિષયના શિક્ષકો જ નથી તો આ ઉજવણી ખરેખર સાર્થક થશે ખરી? ખેલ મહાકુંભ, યોગ દિવસ, કલા મહાકુંભ અને ફીટ ઇન્ડિયા જેવા ઉત્સવોની ઉજવણી છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં ચાલી રહી છે.