પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાંકાનેરની જામસર ચોકડી ખાતેથી મહેશભાઈ બેચરભાઈ સારલા (ઉ.વ.૨૩, રહે. નળખંભા, તા. થાન જી. સુરેન્દ્રનગર) વાળાને બજાજ કંપનીનાં પ્લેટીના બાઈક નં. જીજે-૧૩-ડીડી-૫૮૯૯ વાળામાં પાસ પરમીટ કે આધાર વગર રાખેલ દેશી દારૂ લીટર ૫૦ કિં.રૂ.૧૦૦૦/- સાથે ઝડપી પાડી દેશી દારૂ તથા બાઈક મળી કુલ ૧૬૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.