મોરબીમાં કોરોના કાળમાં જુદી જુદી સંસ્થાઓ અને સમાજ દ્વારા પાટીદાર કોવિડ સેન્ટરો ખોલવામાં આવ્યા હતા જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પણ મેડિકલ ચીજ વસ્તુઓનું દાન અાપવામાં આવ્યું છે જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મોરબી પાટીદાર કોવિડ સેન્ટરને આઠ ઓક્સીજન કોન્સિલેટર કીટ અને બે ઓક્સીજન બાયોપેકનું દાન કરવામાં આવ્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમેરીકા અને કેનેડાથી ૮૦૦૦ જેટલા મશિનો મગાવવામાં આવ્યા હતાં જેમાંથી આઠ ઓક્સીજન કોન્સિલેટર કીટ અને બે ઓક્સીજન બાયોપેક મશીન મોરબી પાટીદાર કોવિડ સેન્ટરને દાન કરવામાં આવ્યાં છે. જે આગામી સમયમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે સહાય માટે આપવામાં આવનાર છે.