મોરબીમાં હાલ કોરોના મહામારીનાં વિકટ સમયમાં લોકોને ભારે હાલાકીનો સામને કરવો પડી રહ્યો છે ત્યારે ધંધા રોજગાર પર પણ મહામારીની અસર વર્તાય રહી છે ત્યારે મોરબીના રામધન આશ્રમનાં શિષ્યા જરૂરીયાતમંદ લોકોની વ્હારે આવ્યા છે.
જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિના નેજા હેઠળા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માંના શિષ્યા રતનબેન (રત્નેશ્વરીબેન) દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં જરૂરિયાતમંદોને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી જે પ્રસંગે સેવકો પણ જોડાયા હતા.