Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનારા ૩૦ લોકો વિરુદ્ધ પોલીસની દંડનાત્મક કાર્યવાહી

મોરબી જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનારા ૩૦ લોકો વિરુદ્ધ પોલીસની દંડનાત્મક કાર્યવાહી

મોરબી શહિત રાજ્યના ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે જ્યારે રાત્રી કર્ફ્યુ યથાવત છે ત્યારે પોલીસ દ્વારા કર્ફ્યુ જાહેરનામાની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે. ગઈકાલે બુધવારે મોરબી જિલ્લામાં જાહેરનામાં ભંગની અલગ અલગ કલમો હેઠળ પોલીસે કુલ ૩૦ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી એ. ડિવિઝન પો. સ્ટે. વિસ્તારમાં બપોરે ૩ વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાના નિયમોનું ઉલ્લંઘન કરી રાત્રી સુધી ચાની દુકાન ખુલ્લી રાખતા ૧ ધંધાર્થી સામે, કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના દુકાનમાં બેસી મોબાઇલ વેંચતા ૧ દુકાનદાર સામે, કાપડના ૧ વેપારી સામે, સોશિયલ ડિસ્ટન્સના નિયમો વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડતા ૧ રિક્ષાચાલક સામે, માસ્કવિના જાહેરમાં નીકળતા ૧ રાહદારી સામે, રાત્રી કર્ફ્યૂનો ભંગ કરી બહાર નીકળતા ૩ રાહદારીઓ સામે તથા બી. ડિવિઝન પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના જાહેરમાં ફરતા ૧ રાહદારી સામે, નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જરો બેસાડતા ૨ રિક્ષાચાલક સામે, બપોરે ૩ વાગ્યા બાદ પણ દુકાન ખુલ્લી રાખતા ચાના ૧ કેબિનધારક સામે, રાત્રી કર્ફ્યૂ દરમ્યાન કોઈ ઇમરજન્સી કામ વગર જાહેરમાં આંટાફેરા કરતાં ૧ રાહદારી સામે, ૨ રિક્ષાચાલક સામે અને મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્ક વિના તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરી વધુ પેસેન્જર બેસાડતા ૧ રિક્ષાચાલક સામે જ્યારે વાંકાનેર સીટી પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્ક વિના તથા માસ્ક ન પહેરવાનો દંડ આપવાની આનાકાની કરતા ૧ રિક્ષાચાલક સામે, ૨ રાહદારીઓ સામે, માસ્ક પહેર્યા વગર તથા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા કાપડના ૧ વેપારી સામે તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં વધુ પેસેન્જર બેસાડીને નીકળતા ૨ રિક્ષાચાલકો સામે, જ્યારે માળીયા મિયાણા પોલીસ સ્ટે. વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સના જાહેરનામાં વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડીને નીકળતા ૧ રિક્ષાચાલક સામે, માસ્કવિના તથા કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના તથા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરાવતા શાકભાજીના ૧ ધંધાર્થી સામે, ફરસાણના ૧ ધંધાર્થી સામે તથા ટંકારા પોલીસ સ્ટે. વિસ્તારમાં સોશિયલ ડિસ્ટનસના જાહેરનામાંનો ભંગ કરી વધુ પેસેન્જર બેસાડતા ૩ રિક્ષાચાલકો સામે અને હળવદ પોલીસ સ્ટે. વિસ્તારમાં કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના તથા માસ્ક પહેર્યાં વિના રીક્ષા ચલાવતા ૨ રિક્ષાચાલકો સામે જાહેરનામાં ભંગની, એપેડેમીક એકટ સહિતની અલગ અલગ કલમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!