તાઉતે વાવઝોડાએ ગુજરાતના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં વાવઝોડાએ ભારે તબાહી મચાવી છે. અનેક લોકોનાં ઘરોનાં નળિયાને નુકસાન પહોંચ્યું છે. અનેક લોકો વાવાઝોડાનાં કારણે બેઘર થયા છે ત્યારે અસરગ્રસ્તોનો પુનઃ વસવાટ થાય તે માટે મોરબીનું જય અંબે સેવા ગ્રુપ અસરગ્રસ્તોની વહારે આવ્યું છે.
મોરબીના જય અંબે સેવા ગ્રુપના પ્રમુખ અને ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા વાવોઝોડાગ્રસ્ત ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકામા જરૂરિયાતમંદ લોકોને ૧૫,૦૦૦ નળિયા તથા અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામા ૨૫,૦૦૦ હજાર નળીયા મોકલવામાં આવ્યા હતા અને આ નળીયા રૂબરૂ જઈને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે એની વ્યવસ્થા પણ કરાવી હતી. આ રીતે જય અંબે ગ્રુપે વાવોઝોડાગ્રસ્ત વિસ્તારમા કુલ 40 હજાર નળીયાનું વિતરણ કરીને માનવ ધર્મ દિપાવ્યો હતો.