Monday, November 25, 2024
HomeGujaratરાજ્યના બે આઈપીએસને DG તરીકે બઢતી : અનેક આઇપીએસ ની આગામી સમયમાં...

રાજ્યના બે આઈપીએસને DG તરીકે બઢતી : અનેક આઇપીએસ ની આગામી સમયમાં બદલીઓ થાય તેવી શક્યતા

સુરત કમિશ્નર અજય તોમર અને સીઆઇડી એડી.ડીજી અનિલ પ્રથમને DGનું પ્રમોશન અપાયું

- Advertisement -
- Advertisement -

આજે મોડી સાંજે રાજ્યમાં પોલીસબેડામાં લાંબા સમયથી ફરજ બજાવતા બે IPS ને બઢતી આપી પે ગ્રેડ વધારી અને હાલ મૂળ સ્થાને જ ચાલુ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 1989 ની બેચના IPS અને હાલના સુરત કમિશ્નર અજય તોમર અને સીઆઇડી ક્રાઇમના એડ.ડીજી અનિલ પ્રથમ ડીજી તરીકે પે અપ ગ્રેડ કરી પ્રમોશન આપી અનેં જે તે જગ્યાએ ચાલુ રહેવાનો આદેશ કરાયો છે.તો બીજી બાજુ રાજ્યના અનેક જીલ્લાઓમાં અને રેન્જ ના આઇપીએસ પણ લાંબા સમયથી એકને એક જગ્યાએ ફરજ બજાવતા હોવાથી તેઓને પણ આગામી સમયમાં બદલીઓ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.જેમાં જામનગર ના હાલના એસપી દીપેન ભદ્રન પ્રમોશન આવી ગયા છતાં ખાસ ઓપરેશન હેઠળ ફરજ એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે રાજ્યની અનેક ખાસ અને મહત્વની ગણાતી બ્રાન્ચમાં પણ અધિકારીઓના ડેપ્યુટશન પર જવાથી જગ્યાઓ ખાલી થતા આગામી સમયમાં મોટા ફેરફાર થાય તેવી આધારભૂત સુત્રોમાંથી માહિતી મળી રહી છે આ ઉપરાંત 2008 ની બેચના પ્રદીપ સેજુલ અને શોભા ભૂતડા ને પણ સિલેક્શન ગ્રેડ આપતા આઇપીએસ અધિકારીઓમાં હર્ષની લાગણી જોવા મળી છે ત્યારે આગામી સમયમાં પણ સૌરાષ્ટ્રના રાજકોટ ગ્રામ્ય,અમરેલી,ભાવનગર,જામનગર,બોટાદ સહિતના જિલ્લાઓ ના એસપી અને રેન્જ આઈજીની બદલીઓ થાય તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!