Sunday, November 24, 2024
HomeGujaratમોરબી-પીપળી-જેતપર રોડનું મરામત કામ ચાલુ કરાવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

મોરબી-પીપળી-જેતપર રોડનું મરામત કામ ચાલુ કરાવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

મોરબી-પીપળી-જેતપર મચ્છુ સુધીનો જે રોડ બિસ્માર છે ત્યાં પેચવર્ક કામ કરવાની જરૂરિયાત અન્વયે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માર્ગ-મકાન વિભાગને સૂચનાઓ આપતા આ રસ્તાનું ડામર પેચવર્કનું કામ ચાલુ કરી દેવાયું છે. જેને લીધે આ રસ્તા ઉપરના વાહનચાલકોને પડતી મુશ્કેલી દુર થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્યની વખતો વખતની રજૂઆતોના અનુસંધાને આ મોરબી-પીપળી-જેતપર રોડ ફોરલેનનો કરવાની જે માંગણી હતી તે અંગે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં જાહેરાત કરીને રૂ. ૩૦૯ કરોડના ખર્ચે આ રોડ ફોરલેન બનાવવા જાહેરાત કરેલ, જે અન્વયે ફોરલેનનું કામ પણ સત્વરે ચાલુ થાય તે માટે ધારાસભ્યએ સતત ફોલોઅપ કરતાં ફોરલેન રોડ બનાવવાના કામનું સર્વેક્ષણ પણ તાત્કાલિક હાથ ધરાયું છે. આમ, લાંબા સમયની આ રસ્તાઓ ઉપરના ગામડાઓ તેમજ સિરામિક ઉદ્યોગના ટ્રાફિકને સુગમતા રહે તે માટે ફોરલેનની કામગીરી તબક્કાવાર પૂરી કરવાનું આયોજન પણ થઈ રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!