Sunday, November 24, 2024
HomeGujaratમોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના લાભાર્થીઓ માટે...

મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના લાભાર્થીઓ માટે પેઇડ રસીકરણ સેન્ટર શરૂ કરાયું

કોવીસીલ્ડ રસીના એક ડોઝના રૂ.૯૫૦/- ચૂકવવાના રહેશે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ૧૮ થી ૪૪ વર્ષની વયજૂથના લાભાર્થીઓ માટે પેઇડ રસીકરણ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેથી હવે ૧૮ થી ૪૪ વર્ષના વ્યક્તિઓ મોરબી ખાતે જ રસીનો ડોઝ મેળવી શકશે. ક્રિષ્ના હોસ્પિટલ ખાતે કોવીસીલ્ડ રસીના ૧ ડોઝના રૂ. ૯૫૦ ચૂકવવાના રહેશે.

કોરોનાની ત્રીજી લહેરને આવતી અટકાવવા માટે અને કોરોનાથી બચવા માટે કોરોના રસીકરણ કરાવવું ખૂબજ અગત્યનું છે. સાથોસાથ કોરોનાથી બચવા માટેની જરૂરી સાવચેતી પણ જેમકે યોગ્ય રીતે માસ્ક પહેરવું, વારંવાર સાબુ-પાણીથી ઘસીને હાથ સાફ કરવા, જરૂર પડ્યે સેનીટાઈઝરનો ઉપયોગ કરવો, વ્યકિત વ્યકિત વચ્ચે સામાજીક અંતર રાખવું, બીન જરૂરી ઘરની બહાર જવું નહિ, ભીડભાડ કરવી નહિ કે ભીડભાડ વાળી જગ્યાઓ ઉપર જવાનું ટાળવું વગેરે સાવચેતી રાખવા તેમજ ૪૫ વર્ષ કે તેથી વધુ ઉમર ધરાવતા લોકો કોરોના રસીકરણ કરાવવામાં બાકી હોય તે લોકોને રસીકરણ કરાવવા અપીલ કરવામાં આવી છે.

૪૫ વર્ષ કે તેથી વધુ ઉમર ધરાવતા લોકો માટે કોરોના વેકશીનનાં પ્રથમ અને બીજા ડોઝ આપવા માટેની કામગીરી તમામ અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ તથા ડીસ્ટ્રીકટ હોસ્પીટલ મોરબી અને સંસ્કાર ઈમેજિંગ સેન્ટર મોરબી તથા સબ સેન્ટર રવાપર ખાતેનાં સેન્ટરોમાં હાલ ચાલુ છે. આ સેન્ટરો ઉપર વેકસીન તદન વિના મુલ્યે આપવામાં આવે છે. કોરોના રસીકરણમાં પ્રથમ અને બીજા ડોઝમાં જે લાભાર્થીઓ બાકી હોય તેમને આ સેન્ટરો ઉપર જઈને કોરોના રસીકરણનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે. જેમાં કોવેકસીન રસીનાં લાભાર્થીઓએ પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે ૨૮ દિવસનો ગાળો અને કોવીસીલ્ડ રસીનાં લાભાર્થીઓએ પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે ૧૨ થી ૧૬ અઠવાડીયાનો ગાળો રાખવાની નવી ગાઇડલાઇનને અનુસરવા માટે મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. જે.એમ. કતીરા દ્વારા તમામ લોકોને નમ્ર અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!