મોરબી નગરપાલિકાની યાદીમાં જણાવ્યું છે કે મોરબી નગરપાલિકા વિસ્તારમાં નોંધાયેલ વેપારીઓ અને દુકાનદારોએ વેપાર ધંધાના સ્થળે રોકાયેલ તમામ કર્મચારીઓએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ જ વેપાર ધંધો કરવાનો રહેશે મોરબી ખાતે નગરપાલિકા કચેરી, અર્બન હેલ્થ સેન્ટર વિસીપરા, અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડી, અર્બન હેલ્થ સેન્ટર પરષોતમ ચોક અને અર્બન હેલ્થ સેન્ટર ગોકુલનગર એમ પાંચ સ્થળે ટેસ્ટ કરાવવા કેમ્પ ચાલી રહ્યા છે. મોરબી નગરપાલિકા દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ ચકાસણી કરાશે અને જે વેપારી પાસે આરટીપીસીઆર ટેસ્ટ ઉપલબ્ધ ના હોય તે દુકાનને નગરપાલિકા દ્વારા સીલ કરાશે તેમ મુખ્ય અધિકારીએ જણાવ્યું છે