પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મદદનીશ શ્રમ આયુક્ત કચેરી મોરબીના અધિકારી મેહુલભાઈ હિરાણીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે રંગપર ગામની સીમમાં એક્ઝીમીયસ ડીસ્પોઝલ કારખાનું જોખમી વ્યવસાયની યાદીમાં આવતું હોય આમ છતાં કારખાનામાં ૧૮ વર્ષથી ઓછી ઉમરના ત્રણ બાળ શ્રમિકો મળી આવ્યા હતા ટીમે ચેકિંગ કરતા ત્રણ બાળ શ્રમિકો જેમાં એક ૧૩ વર્ષના, એક ૧૬ વર્ષના અને એક ૧૭ વર્ષના શ્રમિક મળી આવ્યા છે અને કારખાનેદાર અપૂર્વ મહેન્દ્રભાઈ ઝાલાવડીયા (રહે. રાજકોટ) વાળાએ પોતાના કારખાનામાં બાળ શ્રમિકો રાખી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે કારખાનેદાર વિરુદ્ધ બાળ અને તરુણ કામદાર પ્રતિબંધ અને નિયમન ૧૯૮૬ (સને ૨૦૧૬ માં સુધાર્યા અનુસાર) એક્ટની કલમ ૩, ૩ (એ) તથા ૧૪ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.