વેકસીન તદન વિના મુલ્યે આપવામાં આવશે, COWIN પોર્ટલ ઉપર ઓનલાઈન અપોઈન્ટમેન્ટ કરાવી વેકસીન લઇ શકાશે.
રાજય સરકારની સૂચના મુજબ મોરબી જિલ્લાનાં ૧૮ થી ૪૪ વર્ષ ની વય જૂથ ધરાવતા લોકોને તારીખ ૦૪/૦૬/૨૦૨૧ થી જીલ્લાનાં કુલ ૧૫ સ્થળો ઉપરથી વેક્સિનેશન શરૂ કરવામાં આવેલ છે. મોરબી જિલ્લાનાં દરેક ગામનાં ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથ ધરાવતા લોકોને પોતાના ગામથી નજીકના સ્થળોએ કોરોના વેકસીન મળી રહે તેવા હેતુસર રસીકરણનાં સ્થળોમાં અંશતઃ ફેરફાર કરેલ છે આવતીકાલ તારીખ ૦૭/૦૬/૨૦૨૧ થી જીલ્લાના કુલ ૧૫ સ્થળો ઉપર થી વેક્સિન આપવામાં આવશે. જે સ્થળોનાં નામ નીચે બતાવ્યાં મુજબ છે.
• મોરબી તાલુકામાં : પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લાલપર, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર આમરણ, પેટા આરોગ્ય કેન્દ્ર રાજપર પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ભરતનગર, સામુહીક આરોગ્ય કેન્દ્ર જેતપર(મ), સિવિલ હોસ્પીટલ મોરબી, સંસ્કાર ઈમેજિંગ સેન્ટર મોરબી, લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટર (પરસોતમ ચોક)
• ટંકારા તાલુકામાં : પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર નેશડા (ખા) , પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લજાઈ
• માળીયા તાલુકામાં: પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી
• વાંકાનેર તાલુકામાં : પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ઢુવા, સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર
• હળવદ તાલુકામાં : સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ટીકર(રણ)
આમ મોરબી જીલ્લામાં ઉપર મુજબનાં સ્થળો ઉપર ૧૮ થી ૪૪ વર્ષ ની વય જૂથના લાભાર્થીઓ ને તદન વિના મુલ્યે કોરોના વેક્સિન આપવામાં આવશે. તો મોરબી જીલ્લાના ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના લાભાર્થીઓને કોરોના રસીકરણનો લાભ લેવા મોરબી જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. જે એમ કતીરા દ્વારા મોરબી જીલ્લાનાં તમામ લોકોને નમ્ર અપીલ કરવામાં આવી છે.