નવા મકનસર ગામે દુકાન તથા રહેણાંક મકાન માંથી આયુર્વેદીક હર્બલ ટોનીકની બોટલો નંગ-૯,૨૨૦ તથા મોબાઇલ ફોન મળી કુલ.રૂ. ૭,૮૮૩૦૦/- નો મુદામાલ પકડી પાડતી મોરબી એલ.સી.બી
મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ એલસીબી પીઆઈ વી.બી.જાડેજાને મોરબી જીલ્લામાં ગેરકાયદેસર રીતે આયુર્વેદીક હર્બલ ટોનીકના વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પીઆઈ વી.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.બી.ડાભી તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નસીલ હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ. વિક્રમસિંહ બોરાણાને મળેલ હકિકત આધારે નવા મકનસર ગામે રહેતા જયેશ ઉર્ફે લાલો મનસુખભાઇ આડેસરા પોતાની દુકાન તથા રહેણાંક મકાને આયુર્વેદીક હર્બલ ટોનીક્નો જથ્થો ગેરકાયદેસર રીતે બીલ, આધાર વગર રાખી તેનું વેચાણ કરે છે જે હકિકત આધારે રેઇડ કરતા જયેશ ઉર્ફે લાલો મનસુખભાઇ આડેસરા (ઉ.વ.૨૫ રહે. નવામકનસર તા.જી. મોરબી) વાળાના કબ્જા ભોગવટા વાળી દુકાન તથા રહેણાંક મકાનેથી ગેરકાયદેસર રીતે બીલ કે આધાર પુરાવા વગરની આયુર્વેદીક હર્બલ ટોનીકની નાની- મોટી બોટલો નંગ-૯,૨૨૦ કિ.રૂ. ૭,૮૩૩૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- નો મળી કુલ રૂ. ૭,૮૮,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
આ કામગીરીમાં કરનાર એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, પોલીસ હેડ કોન્સ. દિલીપ ચૌધરી, શકિતસિંહ ઝાલા, પોલીસ કોન્સ. ભરતભાઇ જીલરીયા, તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ હેડ કોન્સ. વિક્રમસિંહ બોરાણા, તથા AHTU ના પોલીસ હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા વિગેરે રોકાયેલા હતા.