પ્રાપ્ત વિગતો અનુસાર સીરામીક ટ્રેડીંગનાં વ્યવસાય સાથે સંકળાયેલા સંજયભાઈ વાઘજીભાઈ સનીયારા (ઉ.વ.૩૫ રહે. વિવેકાનંદનગર સોસાયટી, રવાપર રોડ મોરબી)એ ફરિયાદ નોંધાવી છે કે તેને પોતાનું હોન્ડા કંપનીનું સીડી ૧૧૦ ડ્રીમ બાઈક નં. જીજે-૩૬-કયું-૪૮૦૪ (કિં.રૂ.૩૦,૦૦૦/-) વાળુ મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ રીયલ પ્લાઝા કોમ્પલેક્ષના પાર્કિંગમાં પાર્ક કરેલ હોય જે ગત તા. ૨૬-૦૫ ના સાંજના સાતેક વાગ્યાથી તા.૨૭-૦૫ ના સવારના નવ વાગ્યાનાં સમયગાળા દરમ્યાન કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. મોરબી તાલુકા પોલીસે બાઈક ચોરીનાં બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.