વાંકાનેર : દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ, આરોપીની શોધખોળ
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીના આધારે રેઈડ કરી વાંકાનેર તાલુકાનાં વીડી જાંબુડિયા ગામની સીમમાં નાની વીડી વિસ્તારમાં આવેલ આરોપી રઘુભાઈ શામજીભાઈ મગવાણીયા (ઉ.વ.૩૦, રહે. વીડી જાંબુડિયા) વાળાની વાડીમાંથી દેશી દારૂ બનાવવાનો ગરમ આથો ૨૫ લીટર (કિં.રૂ.૫૦/-), ઠંડો આથો ૬૦૦ લીટર (કિં.રૂ.૧૨૦૦/-), ભઠ્ઠીનાં સાધનો એલ્યુમિનિયમનું બકડીયુ નંગ ૦૧,પાટલી નળી સાથે નંગ ૦૧ તથા દેશી દારૂ આશરે ૧૫ લીટર કિં.રૂ.૩૦૦/- મળી કુલ કિંમત રૂ.૧૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. જ્યારે રેઈડ દરમ્યાન આરોપી હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ મુજબ ગુનો નોંધી તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
વાંકાનેર : વીડી જાંબુડિયા ગામે વાડીમાંથી ૪૦૦ લીટર દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો ઝડપાયો
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીના પગલે વાંકાનેર તાલુકાનાં વીડી જાંબુડિયા ગામની સીમમાં આરોપી રઘુભાઈ રાણાભાઈ કોલાદરા (રહે.વીડી જાંબુડિયા તા. વાંકાનેર) વાળાની વાડીમાં રેઈડ કરી ત્યાંથી દેશી બનાવવાનો ઠંડો આથો ૪૦૦ લીટર કિં.રૂ.૮૦૦/- ઝડપી પાડ્યો હતો જ્યારે રેઈડ દરમ્યાન આરોપી રઘુભાઈ હાજર ન મળી આવતા તેની વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.