Monday, December 23, 2024
HomeGujaratભલગામ ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડતી મોરબી એલ.સી.બી

ભલગામ ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડતી મોરબી એલ.સી.બી

ભલગામ ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂનુ કટીંગ પકડી ટ્રક તથા ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૫૬૦ કી.રૂ. ૫,૧૭,૫૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧૫,૮૨,૪૦૦/- નો મુદામાલ પકડી પાડતી મોરબી એલ.સી.બી.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રોહી.-જુગારની પ્રવૃતિ પર અંકુશ લાવવા એલસીબી પીઆઈ વી.બી.જાડેજાને જરૂરી સુચના કરતા પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી તથા એલ.સી.બી. સ્ટાફના માણસો કાર્યરત હતાં તે દરમ્યાન પો.હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા, તથા પો.કોન્સ. નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમારને સંયુકત ખાનગી રાહે બાતમી મળેલ કે, અમુક ઇસમો અશોક લેલન ટ્રક કન્ટેનર નં. HR-38-7-3623 વાળીમાં ગેરકાયદેસર રીતે ઇગ્લીશ દારૂનો જથ્થો બહારના રાજ્યમાંથી ભરી લાવી ભલગામની સીમમાં આવેલ ગ્રીનલેબલ કાસ્ટીંગના નવા બનતા કારખાનાની પાછળ આવેલ વીડી વિસ્તારમાં આ ઇંગ્લીશ દારૂનુ કટીંગ થનાર છે. જે હકિકત આધારે સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા ટ્રક કન્ટેનર નં. HR-38-2-3623 વાળીમાં મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટ ભરેલ નાના મોટા પુઠ્ઠાનાં બોકસની આડમાં જુદી જુદી બ્રાન્ડનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ મળી આવેલ જે રેઇડ દરમ્યાન પોલીસે ઈંગ્લીશ દારૂ મેગ્ડોવેલ નં-૦૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ-૬૬૦ (કી.રૂ. ૨,૪૭,૫૦૦/-) , રોયલ ગોલ્ડ પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-૯૦૦ (કી.રૂ. ૨,૭૦,૦૦૦/-), અશોક લેલન ટ્રક કન્ટેનર (કી.રૂ.૮,૦૦,૦૦૦/-), મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટના બોકસ (કી.રૂ. ૨,૬૩,૯૦૦/-), જી.પી.એસ સીસ્ટમ (કી.રૂ.૧,૦૦૦/-) મળી કુલ કી.રૂ. ૧૫,૮૨,૪૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. રેઈડ દરમ્યાન ટ્રક ચાલક નાશી જતાં વાંકાનેર તાલુકા પો.સ્ટે. ખાતે ટ્રક ચાલક તથા માલ મોકલનાર તથા માલ મંગાવનાર વિરૂધ્ધ પ્રોહી ધારા તળે ગુનો રજી. કરાવી આગળની તપાસ એલ.સી.બી. પીએસઆઈ એન.બી.ડાભીએ હાથ ધરેલ છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, પો.હેડ કોન્સ. દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઇ કાણોતરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયભાઇ મૈયડ, જયેશભાઇ વાઘેલા, ચંદ્રકાંતભાઇ વામજા, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, વિક્રમભાઇ ફુગસીયા, ભગીરથસિંહ ઝાલા, પો.કોન્સ. ભરતભાઇ મીયાત્રા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, હરેશભાઇ સરવૈયા, સતીષભાઇ કાંજીયા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!