પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર પાસે આવેલ કૈલાશ નળીયાના કારખાનામા રહી મજુરી કામ કરતા ધીરૂભાઇ જગશીભાઇ બાણોધરા (ઉ.વ.૪૫)એ આરોપી બાઈક નં. જીજે-૩૬-એન-૭૧૪૯ નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૮ રોજ સવારના પોણા આઠેક વાગ્યા વખતે તેઓ રફાળેશ્વર ચોકડી પાસે વાંકાનેર-મોરબી હાઇવે રોડ ઉપર ચાલીને તેઓ જતા હતા અને રોડ ક્રોસ કરતા હતા તે દરમ્યાન બાઈક નં. જીજે-૩૬-એન-૭૧૪૯ ના ચાલકે પોતાનું બાઈક ફુલ સ્પીડમા ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીને હડફેટે લઈ પાડી દઇ ડાબા પગમા ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી. બનાવ અંગે ફરિયાદનાં આધારે મોરબી તાલુકા પોલીસે બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.