Sunday, December 22, 2024
HomeGujaratખેડૂતોને કૃષિ વપરાશ માટે ડીઝલ ખર્ચ પર સબસીડી આપવા અંગે મુખ્યમંત્રીને રજુઆત

ખેડૂતોને કૃષિ વપરાશ માટે ડીઝલ ખર્ચ પર સબસીડી આપવા અંગે મુખ્યમંત્રીને રજુઆત

વાંકાનેર માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન સકીલએહમદ પીરજાદા એ ખેડૂતોને કૃષિ વપરાશ માટે ડીઝલ ખર્ચ પર સબસીડી આપવા અંગે મુખ્યમંત્રીને રજુઆત કરતા તેઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં પેટ્રોલ ડીઝલ ના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે કૃષિ વપરાશ માટે ડીઝલનો ઉપયોગ કરતા ખેડુતોને વધારાનો મોટો ખર્ચ ભોગવવો પડી રહ્યો છે. ડીઝલના ભાવ વધારાને કારણે ખેડુતોના કૃષિ ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારે વર્ષ–૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનું વચન આપ્યુ છે. પરંતુ કમનસીબે પરિણામ વિરૂધ્ધ દિશામાં જઈ રહ્યુ હોય તેવુ લાગી રહયુ છે. તાજેતરમાં રાસાયણીક ખાતરોના જાહેર થયેલા ભાવ વધારા બાદ સરકારે રાસાયણીક ખાતરો પર સબસીડી જાહેર કરી, રાસાયણીક ખાતરોના ભાવ વધારો હાલ ખેડુતો પર અસર ન કરે તેવા પ્રયત્નો કર્યા છે. ઉપરાંત સાગર ખેડુતોને માછીમારી માટે ડીઝલ પર સબસીડી આપવામાં આવી રહી છે. તે જ રીતે ખેડુતોને કૃષિ ઉત્પાદન માટે ડીઝલ પર સબસીડી આપવામાં આવે તો હાલની પરિસ્થિતીમાં ખેડુતો પોતાનુ અસ્તિત્વ ટકાવી શકશે માટે ખેડુતોને કૃષિ વપરાશ માટે ડીઝલ પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે તેવી વિનંતી સાથે માંગણી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!