લગધીરપુર રોડ પર આવેલ કારખાનામાં છત પરથી પડી જતા ૩ વર્ષના બાળકનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલા પ્લસ પેકેજીંગ કારખાનામાં રહેતા આયુષ અશોકભાઈ રાઠોડ (ઉ.વ.૦૩) ગત તા.૨૫/૫ ના રોજ છત પરથી પડી જતા ઈજા થતા પ્રથમ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે
વાંકાનેર : સર્વ કરડતાં યુવતીનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર મુળ એમપીનાં જાંબુઆ જીલ્લાનાં વતની અને હાલ વાંકાનેરનાં પાડધરા ગામ પાસે સદભાવ સ્ટોન કેમ્પની ઓરડીમાં રહેતા કાળીબેન વિનોદભાઈ ડામોર (ઉ.વ.૨૭) સુતા હોય ત્યારે સર્પ કરડતા તેઓને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં ફરજ પરનાં ડોક્ટરે તેણીને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને નોંધ કરવામાં આવી છે.









