રણકાંઠા વિસ્તારના અગરીયાઓ દ્વારા તાત્કાલિક રાહત પેકેજ આપવાની માંગ સાથે પોસ્ટ કાર્ડ ઝુંબેશ શરુ કરવામાં આવી
મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છના અગરિયાઓની બાદબાકી થતા અગરિયાઓમાં રોષ ભભૂક્યો છે.
કચ્છના નાના રણમાં મીઠું પકવતા કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ જીલ્લાના અગરિયાઓનો કેન્દ્ર પાસે કરેલી માંગણીઓમાં કોઈ જ ઉલ્લેખ જોવા મળતો નથી જેથી અગરિયા પરિવારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે
રાજ્ય સરકારે ઠડું પાણી રેડીને અગરિયાઓ પ્રત્યે સરકારની ઈચ્છા શક્તિનો અભાવ દર્શાવ્યો હોવાનું રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને કરેલી રજુઆતમાં જણાય છે
રાજ્ય સરકારે કચ્છના નાના રણમાં વાવઝોડામાં અસરગ્રસ્ત બનેલા મીઠા ઉદ્યોગ અને એની સાથે સંકળાયેલા મીઠા શ્રમિક કામદારોનું મીઠા ઉત્પાદન પાકનું વળતર કે નુકશાન પામેલી સોલર સિસ્ટમ પેનલોનો પણ ક્યાંય ઉલ્લેખ કર્યો નથી.
ત્યારે હળવદ તાલુકાના અગરિયા પરિવારોને વાવાઝોડામાં થયેલ નુકશાન અંગે તાત્કાલિક રાહત પેકેજ આપવાની માંગ સાથે પોસ્ટ કાર્ડ ઝુંબેશ શરુ કરવામાં આવી છે
ગુજરાત રાજ્યમાં વાવાઝોડાને પગલે અન્ય જીલ્લાની સાથે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને ઝુપડાઓ અને મીઠાનું ધોવાણ થયું છે તેમજ સોલર સીસ્ટમને ભારે નુકશાન થતા અગરિયાઓ ને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.રાજ્ય સરકાર દ્વારા હળવદ તાલુકાના અગરિયા પરિવારોને તાત્કાલિક રાહત પેકેજ આપે અને કેશ ડોલ્સ આપે તેવા હેતુથી રણકાંઠા વિસ્તારના અગરીયાઓ દ્વારા પોસ્ટકાર્ડ ઝુંબેશ શરુ કરવામાં આવી છે.
મીઠાના અગરિયાઓના પરિવારને પુરતી સહાય આપવાની માંગ સાથે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ છે. અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લા પ્રમુખ સુરેશભાઈ શીરોહિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષ કપરા કસોટીભર્યા રહ્યા છે કોરોના મહામાંરીમાંથી માંડ બહાર આવ્યા ત્યાં વાવાઝોડાએ હેરાન કર્યા છે દરિયાકાંઠાના ગરીબ લોકોને બચાવવાની કામગીરી તેમજ ફૂડ પેકેટ પહોંચાડવાની જવાબદારી અનેક સેવાભાવી સંસ્થાઓએ સાંભળી હતી અને પરિસ્થિતિ થાળે પડી રહી છે ત્યારે સરકાર કચ્છ, હળવદ.મોરબી, પાટડી, સુરેન્દ્રનગરના મીઠાના અગરમાં કામ કરતા અગરિયા ભાઈઓને સરકાર તરફથી બીજા જીલ્લામાં જે લાભો મળે છે તે કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને મળવા જોઈએ તેવી માંગ કરી છે.