Thursday, October 10, 2024
HomeGujaratમોરબીના આલાપ રોડની વર્ષો બાદ સાફ સફાઈ કરાવતા કોર્પોરેટ

મોરબીના આલાપ રોડની વર્ષો બાદ સાફ સફાઈ કરાવતા કોર્પોરેટ

નિમિષાબેન રાજેશભાઈ ભીમાણી જેવા સંનિષ્ઠ કોર્પોરેટરના પ્રયત્નોથી વોંકળા અને રસ્તાની સાફ સફાઈ કરાવતી નગરપાલિકા

- Advertisement -
- Advertisement -

મોરબીની રવાપર કેનાલ વર્ધમાનથી લીલાપર રોડ થઈને નદીની કાંઠે કાંઠે દરબાર ગઢથી લીલી સડક પરથી સામા કાંઠે જવા માટે મોરબી શહેરને બાય પાસ થઈને પસાર થતો રસ્તો ટ્રાફિક ઓછો કરવા માટે ખુબજ ઉપયોગી છે,એ રસ્તાનું મૂળ ભાગ એટલે વર્ધમાન એપાર્ટમેન્ટથી લીલાપર રોડ વચ્ચેનો આલાપ રોડ પર લોકોની,વાહનની સતત આવન જાવન ચાલુ જ હોય છે પણ વર્ષોથી ક્યારેય આ રસ્તા પર નગરપાલિકાના સફાઈ કર્મીઓએ ક્યારેય સફાઈ કરી ન હતી પણ હવે નિમિષાબેન રાજેશભાઈ ભીમાણીના સંનિષ્ઠ પ્રયાસોથી અને બ્રિજેશભાઈ મેરજા ધારાસભ્યની સતત જહેમતથી નિયમિત રીતે સફાઈ થવા લાગી છે,એટલું જ નહીં ચોમાસામાં આલાપ સોસાયટીના વરસાદી પાણીના નિકાલ માટેનો વોંકળો મકાનોના જુના મલબાના કારણે બુરાઈ ગયો હતો એ પણ નગરપાલિકા એ બે જે.સી.બી. બે દિવસ ચલાવી વોંકળાની સફાઈ કરાવી ચોખ્ખો કરાવવા બદલ આલાપ વાસીઓએ ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપ પ્રમુખ અને સુરેશભાઈ દેસાઈ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી તેમજ જાગૃત ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા અને કર્મઠ કોર્પોરેટ નિમિષાબેન રાજેશભાઈ ભીમાણીનો આભાર પ્રકટ કરેલ છે,

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!