બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા(મી.) માં આવેલ ગેબનશાહ પીરની દરગાહ પાસે રહેતા ઇકબાલભાઇ આદમભાઇ મોવર (ઉ.વ. ૪૨) એ આરોપીઓ જાવેદભાઈ હાજીભાઈ જામ (રહે-આંબળી વાસ, માળીયા મીંયાણા), ધનાભાઈ ઉર્ફે ડાડો ગફુરભાઈ મોવર (રહે-મોવર શેરી, દરબારગઢ પાછળ, માળીયા મીંયાણા) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૧૬ ના રોજ માળીયા મીંયાણા ગેબનશાહ પીરની દરગાહ પાસે ઇમામના ઓટાની બાજુમા આરોપીઓ રોડ વચ્ચે રીક્ષા રાખી ઉભેલા હોય. ફરીયાદીએ રોડ વચ્ચેથી રીક્ષા લેવાનુ કહેતા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને છરી વડે વાસાના ભાગે ઇજા કરી તથા ઢીંકાપાટુનો મારમારી ઇજા કરી હતી. માળીયા(મી.) પોલીસે બનાવની ફરિયાદનાં આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.