મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજી દેથરીયા દ્વારા આજે તા. ૨૩નાં રોજ મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અનુસુચિત જાતી મોરચાનાં હોદેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં અનુસુચિત જાતી મોરચા પ્રમુખ તરીકે અરજણભાઈ મકવાણા, મહામંત્રી તરીકે દિનેશભાઈ પરમાર અને રવિભાઈ કેશવજીભાઈ ઘુમલ, ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ કરશનભાઈ વાઢેર, મનુભાઈ કાળાભાઈ સારેસા, બળવંતભાઈ મોહનભાઈ સનારીયા, નટવરભાઈ બાબુભાઈ ચૌહાણ અને ગોવિંદભાઈ ચૌહાણની નિમણુંક કરવામાં આવી છે, જયારે મંત્રી તરીકે નરશીભાઈ ગોકળભાઈ વોરા, જેરામભાઈ કરશનભાઈ પરમાર, કૌશિકભાઈ બાબુભાઈ પરમાર, મનોજભાઈ પ્રેમજીભાઈ સોલંકી, હરેશભાઈ રામજીભાઈ પરમાર અને જગદીશભાઈ મોહનભાઈ ચાવડા, કોષાધ્યક્ષ તરીકે રમેશભાઈ મનુભાઈ પરમારની નિમણુક કરવામાં આવી છે.