પ્રાપ્ત વિગતો અનુસાર ઘુંટું ગામે રહેતા ભાણજીભાઈ બાબુભાઈ ઉભડીયા એ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૨૩નાં રોજ મોરબી હળવદ હાઈવે પર ધુટુ ગામ નજીક બાપા સીતારામ મઢુલી સામે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપે, બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવીને અજાણ્યા પુરુષ (ઉ.૨૫ થી ૩૦) વાળાને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું અને વાહનચાલક પોતાનું વાહન લઇ નાશી છુટ્યો હતો. મોરબી તાલુકા પોલીસે અકસ્માતનાં આ બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.









