Friday, October 25, 2024
HomeGujaratકોરોના કાળમાં મોરબી પોલીસે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી અત્યાર સુધીમાં કુલ...

કોરોના કાળમાં મોરબી પોલીસે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી અત્યાર સુધીમાં કુલ ૩.૬૯ કરોડનો દંડ વસુલ્યો

બીજી લહેર દરમ્યાન તા. ૧ માર્ચ થી ૨૪ જુન સુધીનાં ચાર માસમાં ૧.૫૬ કરોડનો દંડ વસુલ્યો

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં કોરોના મહામારીને પગલે બીજી લહેર દરમ્યાન મોરબી જીલ્લા પોલીસ દ્વારા કોરોના કાળ દરમ્યાન કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપવા આજ રોજ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાએ કોરોનાની બીજી લહેર દરમિયાન ૦૧-૦૩-૨૦૨૧ થી ૨૪-૦૬-૨૦૨૧ ના ચાર માસ જેટલા સમયગાળામાં કરવામાં આવેલ કેસની માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં માસ્કના ૧૫,૬૬૬ કેસો કરવામાં આવ્યા છે અને માસ્કનો દંડ ૧,૫૬,૬૬,૦૦૦ વસુલ કરવામાં આવ્યો છે અને માસ્ક ના પહેરનાર ૪૦,૫૭૩ વ્યક્તિને માસ્ક આપવામાં આવ્યા હતા તો કોરોના મહામારીના સમયમાં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૨૦૦૫ મુજબ ૭૫૮ કેસો કરવામાં આવ્યા છે તો ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ મુજબ ૧૪૪ કેસ જયારે કર્ફ્યું, સોશ્યલ ડિસ્ટન્સ ભંગ, આરટીપીસીઆર ના કરાવવા બદલ ૧૮૮ મુજબના કુલ ૧૪૯૧ કેસો કરવામાં આવ્યા છે તો એમવી એક્ટ કલમ ૨૦૭ હેઠળ કુલ ૧૪૫૮ વાહનો આ સમયગાળા દરમ્યાન જપ્ત કરવામાં આવ્યા છે. માર્ચ ૨૦૨૦ થી અત્યાર સુધીમાં માસ્કના કુલ ૫૩,૬૮૭ કેસો કરવામાં આવ્યા છે અને માસ્કનો કોરોના કાળના પ્રારંભથી અત્યાર સુધીમાં કુલ ૩,૬૯,૫૦,૯૦૦ નો દંડ વસુલવામાં આવ્યો છે એપેડેમીક ડીસીઝ એક્ટ મુજબના કુલ ૮૦૬ કેસો, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના કુલ ૧૮૬ કેસો અને કર્ફ્યું તેમજ સોશ્યલ ડિસ્ટન્સ ભાગના કુલ ૩૧૨૮ કેસો ૧૬ માસના સમયગાળા દરમ્યાન કરવામાં આવ્યા છે તો જીલ્લામાં કુલ ૩૬૩૩ વાહનો એમવી એક્ટ કલમ ૨૦૭ હેઠળ જપ્ત કરવામાં આવ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!