કોલસા ભરેલો ટ્રક પલ્ટી ખાઈ જતા બે રિક્ષાઓ પર પડ્યો : રિક્ષામાં સવાર લોકો કોલસાના ઢગલા નીચે દબાયા : 108 ની ટીમે લોકોને કાઢી હોસ્પિટલમાં ખસેડયા
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર આજે રવિવારના સુમારે ટ્રક અને બે રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં માતેલાં સાંઢની જેમ ચાલતા ડમ્પર અને ટ્રકના રોજના અનેક અકસ્માત સર્જે છે અને ઘણા પરિવાર પોતાના મોભીને ખોવે છે જો કે આ ડમ્પર આરટીઓ ના નિયમો થી તદ્દન વિરુદ્ધ હોય છે એટલું જ નહીં તેમાં ન તો નંબર પ્લેટ હોય છે કે ન તો કોઈ ઓળખાય તેવા નિયમો અનુસાર ચિહ્નો ત્યારે આજે આવા જ એક કોલસા ભરેલ તર્ક યમદૂત બની હાલ સુધી એક ને ભરખી ગયો છે જેમાં મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ન.08 પર જી કે હોટેલ નજીક આજે કોલસા ભરેલા ડમ્પર ટ્રક ચાલકે કાબુ ગુમાવી દેતા પલ્ટી ખાઈ અને બાજુમાં નીકળતી સીએનજી રીક્ષાઓ પર પડ્યો હતો જેમાં એક સીએનજી રિક્ષા આગળના ભાગે અને બીજી પાછળના ભાગે આવતી હતી તેના પર આ મહાકાય કોલસા ભરેલ ટ્રક પડતા રિક્ષામાં સવાર નિર્દોષ પેસેન્જર અને રીક્ષા કોલસાના ઢગલામાં ગરકાવ થઈ ગઈ હતી બાદમાં 108 ની ટીમને જાણ થતાં ઘટના સ્થળે જઈને ડમ્પર નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા જેમાં એકનું મોત જ્યારે ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ત્રણ જેટલા લોકો ગંભીર હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે સાથે જ આ ટ્રક નીચે અન્ય કોઈ દબાયેલા છે કે કેમ અંગે હાલમોરબી બી ડીવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.