મોરબીના ધરમપુર ગામ નજીક આવેલ સ્ટોન ક્રશર દ્વારા બ્લાસ્ટ કરવામાં આવતા હોય જેથી નજીકના ગામોમાં વસતા લોકો ભયના માહોલમાં જીવે છે અને મકાનો ધરાશાયી થતા જાનમાલના નુકસાનીનો ભય રહે છે જેથી જીલ્લા કલેકટરને રજૂઆત કરાઈ છે
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરાએ કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે જુના ધરમપુર ગામેથી આશરે ૩ થી ૫ કિલોમીટર દુર સ્ટોન ક્રશર આવેલ છે હાજીપરા નદીના હોક્લા પાસે ખાનગી કંપની દ્વારા કાળા પથ્થરના માલ કાઢવા માટે બ્લાસ્ટ કરાય છે જેથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં તિરાડો પડી ગયેલ છે જયારે બ્લાસ્ટ કરાય છે ત્યારે ધરામાં ધ્રુજારી આવે છે અને ભૂકંપ જેવો અહેસાસ થાય છે સિંચાઈ માટે મોટરનું મશીન ચાલુ કરવામાં પણ જોખમ છે
જેથી સતત ભયના અહેસાસ સાથે રહેવું પડે છે મકાન પણ ધરાશાયી થાય અને જાનમાલની હાની થવાનો ભય રહે છે જેથી કંપનીએ આ બાબતે સાવચેત કરવા અને રહેણાંક વિસ્તારની આજુબાજુમાં બ્લાસ્ટ ના કરવા સુચના આપવા માંગ કરવામાં આવી છે