સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા સિંચાઈ સુવિધા હોય તેવા ડેમમાંથી ખેડૂતોને કેનાલ મારફત પાણી આપવા રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ રાજ્યનાં મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. રજુઆત કરતાં તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થવાને પગલે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે પરંતુ હાલ વરસાદ ખેંચાવાના લીધે પાક નિષ્ફળ જાય તેમ છે જેથી જે જગ્યાએ સિંચાઈની સુવિધા હોય તેવા ડેમમાંથી કેનાલ મારફત અને જ્યાં સૌની યોજના પાઈપલાઈન અને કેનાલના માધ્યમથી ખેડૂતોને જો પાણી આપવામાં આવે તો જેટલો સિંચાઈ હેઠળનો વિસ્તાર છે તે ખેડૂતોનો પાક બચી જશે જેથી સરકારની હમેશા ચિંતા કરતી હોય જેથી પાણીની તપાસ કરીને તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.